12
થેએ એને બોજ મોઠો હાપ
1 જોવે તી પારવાય ગીયા, તે તાં યોક અદભુત ચિન્હ આતા, જીં આકાશામાય દેખાય હોકતા આતા, કાહાકા ચાંદાવોય યોક થેએ ઉબલી દેખાયી, જીં દિહા હારકે ચોમાકનારેં ડોગલેં પોવલી આતી, ચ્યેય ટોલપીવોય મુગુટ પોવલો આતો, જ્યામાય બારા તારા આતા. 2 તીં થેએ મોયનાવાળી આતી, એને ચ્યે જન્મો દેઅના સમય યેય ગીઅલો આતો, એને ચ્યે જન્મો દેઅના પીડા લીદે બોંબલી રિઅલી આતી. 3 યોક આજુ ચિન્હ આકાશામાય દેખાયાં, યોક લાલ રંગા બોજ મોઠો અજગર, જો સૈતાન હેય, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં. 4 એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય. 5 તોવે ચ્યે થેએયે યોક પોહાલ જન્મો દેનો, બાકી મોઠો હાપ ચ્યાલ ખાય નાંય હોક્યો, કાહાકા ચ્યાલ તારાત પેચકી લેદલા ગીયા, એને પોરમેહેરા એને ચ્યા રાજગાદ્યેવોય લેય યેનલો ગીયો. તો પોહો યોક લોખીંડા ડેંગારી હાતે એટલે પુરા ઓદિકારાહાતે બોદા લોકહાવોય રાજ્ય કોઅરી. 6 એને તીં થેએ ઉજાડ જાગામાય નાહી ગીયી, જો જાગો પોરમેહેરાય ચ્યેહાટી તિયાર કોઅલો આતો, કા તાં ચ્યે 1,260 દિહી લોગુ પાલનપોષણ કોઅલી જાય.
અજગર હોરગામાઅને બાઆ ફેકલો ગીયો
7 પાછે હોરગામાય લોડાય ઓઅયી, મિખાયેલ એને ચ્યા આર્યા હોરગા દૂત અજગર એને ચ્યા દૂતહા આરે લોડાય લોડી. 8 બાકી અજગર લોડાય આરાય ગીયો, એને અજગર એને ચ્યા દૂત હોરગામાઅને બારે કાડી દેવામાય યેના. 9 ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના. 10 પાછે આંય હોરગામાઅને ઓ મોઠો આવાજ વોનાયો, “આમી આમહે પોરમેહેર ચ્યા લોકહાન બોચાવી, આમી તો ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઅરી એને રાજા રુપામાય રાજ્ય કોઅરી, આમી તો ખ્રિસ્ત દુનિયાવોય ચ્યા ઓદિકાર પ્રગટ કોઅરી, કાહાકા આમી સૈતાન આમહે પોરમેહેરા હજર્યેમાય ઉબો રોયન આમહે આર્યાહાવોય દિહીન-રાત દોષ નાંય લાવી, કાહાકા ચ્યાલ હોરગામાઅને બાઆ ફેકી દેનલો હેય. 11 આમહે વિસ્વાસ્યાહાય સૈતાનાલ ગેટા લોયા સામર્થ્યાકોય આરવી દેનલો હેય, જો ચ્યાહા પાપહા માઅને છોડાવાહાટી મોઅઇ ગીઅલો આતો, ચ્યાહાય ચ્યાલ આરવી દેનો કાહાકા ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા ગેટા ચ્યાહા પોરમેહેર આતો, ચ્યાહાન સતાવલા ગીયા, ઓલે લોગુ કા ચ્યે ચ્યાહાન માઆઇ ટાક્યેં, બાકી ચ્યે ચ્યાવોય બોરહો કોઅનાકોય પાહલા નાંય ઓટ્યે. 12 યાહાટી તુમા બોદહાલ ખુશ ઓઅરા જોજે, જ્યેં હોરગામાય રોતેહેં, બાકી તુમા જ્યેં દોરતીવોય હેતેં એને જ્યેં દોરિયામાય હેય તુમહાવોય તરસ ખાં જોજે, કાહાકા બુતહા આગેવાન સૈતાન નિચે તુમહે પાહી યેય ગીઅલો હેય, તો બોજ ખિજવાલો હેય, કાહાકા તો જાંઅહે કા ચ્યા માહારુજ અંત ઓઅય જાનારો હેય.”
થેએ સતાવલી ગીયી
13 જોવે અજગરાલ હોમજાય ગીયા માન દોરતીવોય ટાકી દેનલો હેય, તોવે જ્યેં થેઅયેય પોહાલ જન્મો દેનલો આતો, ચ્યે પીછો કોઅયો. 14 બાકી પોરમેહેરાય ચ્યે થેએયેલ ગુવાડા હારકે બેન પાખડેં દેને, જેથી તી થેએ ઉડીન ઉજાડ જાગામાય નાહી જાય, જો જાગો પોરમેહેરાય ચ્યેહાટી તિયાર કોઅલો આતો, એને તાં ચ્યે 1,260 દિહા લોગુ દેખભાલ કોઅલી ગીયી જેથી હાપ ચ્યે લોગુ નાંય પોઅચી હોકે. 15 તોવે હાપાય ચ્યા મુયામાઅને નોય વોવે ઓલા પાઆય રેડી દેના, જેથી તી પાઆય ચ્યે થેએયેલ વોવાડી લી જાય. 16 બાકી ચ્યે થેએયેલ મોદાત કોઅરાહાટી, દોરત્યે ચ્યા પાઅયાલ જમીનીમાય જીરવી લેદા, જીં અજગરા મુયામાઅને થેએયેલ વોવાડાહાટી રેચાવલા આતા. 17 ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા. 18 તોવે તો અજગર જાતો રિયો એને દોરિયા મેરાવોય ઉબો રોય ગીયો.