13
દોરિયામાઅને બેન જોનાવરહા નિંગના
1 તોવે માયે દોરિયામાઅને યોક જંગલી જોનાવર નિંગતા દેખ્યાં, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં, એને ચ્યા બોદા હિંગહાવોય પોરમેહેરા નિંદા કોઅનારે નાંવે લોખલે આતેં. 2 જીં જંગલી જોનાવર માયે દેખ્યેલ તી ચિતા હારકા આતા, એને ચ્યા પાગ આસાલ્યે એને મુંય સિંહી વાગા હારકા આતા. ચ્યે અજગરાય ચ્યા જંગલી જોનાવરાલ ચ્યા સામર્થ્ય દેય દેની એને ચ્યાલ દોરતીવોય ઓદિકાર કોઅના દેનલો ગીયો. 3 ચ્યા જંગલી જોનાવરા ટોલપાવોય યોક જખમ ઓઅલા નિશાણી આતી જીં ચ્યાલ માઆઇ હોકતો આતો, બાકી જખમ હારો ઓઅય ગીઅલો આતો. યાહાટી, દોરતીવોઅને લોક નોવાય પામી ગીયા, એને ચ્યા જંગલી જોનાવરા અનુસરણ કોઅરા લાગ્યા. 4 લોકહાય ચ્યા અજગરા પૂજા કોઅયી, કાહાકા ચ્યાય ચ્યા જંગલી જોનાવરાલ ઓદિકાર દેય દેનેલ, એને એહેકોય આખીન ચ્યા પૂજા કોઅયી, “યા જંગલી જોનાવરા હારકા કુંઉ હેય? કુંઉ યા આરે લોડાઈ કોઇ હોકી?”
5 જંગલી જોનાવરાલ પોતાના બારામાય ઘમંડ કોઅના ઓદિકાર મિળ્યો, એને એહેકેન ચ્યાય પોરમેહેરા નિંદા કોઅયી, ચ્યાલ બેતાલીસ મોયના લોગુ કામ કોઅરા ઓદિકાર દેવામાય યેનો. 6 જંગલી જોનાવરાય પોરમેહેરા વિરુદ બોલના સુરુ કોઅય દેના, તો ચ્યા નાંવા વિરુદ એને ચ્યા જાગા વિરુદ બોલ્યો જાં પોરમેહેર રોહે, એટલે હોરગા, એને ચ્યા બોદા લોકહા વિરુદ નિંદા કોઅયી જ્યેં હોરગામાય રોતેહેં. 7 એને ચ્યા જંગલી જોનાવરાલ પવિત્ર લોકહાઆરે લોડાય કોઅના એને ચ્યાહાન આરવી દેઅના બી ઓદિકાર દેનો, એને ચ્યાલ બોદા કુળહા એને ભાષા એને બોદે જાગેને બોદી જાતી લોકહાવોય ઓદિકાર દેવામાય યેનો. 8 દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો. 9 જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય. 10 જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.
દોરતી માઅને નિંગ્યા જોનાવર
11 પાછી માયે યોક બિજાં જંગલી જોનાવરાલ દોરત્યે માઅને નિંગતો દેખ્યો, ચ્યા ગેટા હારકે બેન હિંગે આતેં, બાકી જોવે તો બોલ્યો તોવે અજગર હારકો આવાજ આતો. 12 ઓ બિજો જંગલી જોનાવરા પેલ્લા જંગલી જોનાવર બોદા ઓદિકાર વાપર કોઅય રિઅલો આતો, બિજો જંગલી જોનાવર દોરતી એને દોરતીવોય રોનારાહાલ ચ્યા પેલ્લા જોનાવરા પૂજા કોઆડતો આતો, જ્યા જીવલેણ્યા જખમ હારો ઓઅય ગીઅલો આતો. 13 તો બિજો જંગલી જોનાવર જુઠા ચમત્કાર દેખાડતો આતો, ઓલે લોગુ કા લોકહા હામ્મે આકાશામાઅને દોરતીવોય આગ પાડતો આતો. 14 બો બોદા લોક બિજા જંગલી જોનાવરા ચ્યા જુઠા ચમત્કારને લીદે નોવાય પામીન દોગો ખાય રીઅલે આતેં, જો તો પેલ્લા જોનાવરા શક્ત્યે હારકા દેખાતા આતા, બિજા જંગલી જોનાવરાય લોકહાન આખ્યાં કા પેલ્લા જોનાવરા પૂજા કોઅરાહાટી મુર્તિ બોનાવે, જ્યાલ જખમ ઓઅય ગીઅલા આતા, બાકી હારો ઓઅય ગીઅલો આતો. 15 ચ્યા બિજા જંગલી જોનાવરાલ પેલ્લા જોનાવરા મુર્તિ બોનાવીન જીવતી કોઅના બી શક્તિ દેનલી આતી, યાહાટી તી બોલી બી હોકતી આતી, એને ચ્યે મૂર્તિય ચ્યા બોદા લોકહાન માઆય ટાકના આદેશ દેનો જ્યેં ચ્યા પૂજા નાંય કોએત. 16 ચ્યા બિજા જંગલી જોનાવરાય બોદા લોકહાન વાહના કા મોઠા, માતલા કા ગોરીબ, સ્વતંત્ર કા ગુલામ બોદહાન મજબુર કોઅયા કા ચ્યે પેલ્લા જંગલી જોનાવરા નાંવ ચ્યાહા જમણા આથાલ નાયતે નિંડાળાવોય લોખે. 17 ચ્યાય એહેકેન યાહાટી કોઅયા, જેથી જ્યા કાદા માઅહાવોય પેલ્લા જંગલી જોનાવરા નાંવા છાપ કા ચ્યા નાંવ દર્શાવનારો આકડો લોખલો નાંય હેય, તે તી માઅહું કાયબી વેચી કા લેય નાંય હોકે. 18 યાલ હોમજાંહાટી જ્ઞાના ગોરાજ હેય, બાકી જ્યાલ જ્ઞાન હેય, તો ઈ ખોબાર કોઅય હોકહે કા યા જંગલી જોનાવરા આકડા મતલબ કાય હેય. કાહાકા ઈ યોક માઅહા નાંવ હેય, ઓ આકડો 666 હેય.