14
ગેટા એને યોક લાખ ચુમાલીસ ઓજાર લોક
1 ચ્યા પાછે, માયે સીયોન ડોગા સેંડ્યેવોય ગેટાલ ઉબલા દેખ્યા, ચ્યાઆરે ચ્યા યોક લાખ એને ચુમ્માળીસ ઓજાર લોક આતા, ચ્યાહા નિંડાળાવોય ગેટા નાંવ એને ચ્યા આબહા નાંવ લોખલાં હેય. 2 એને હોરગામાઅને આંય યોક ઓહડો આવાજ વોનાયો, જો બોજ પાઅયા દાઅયો એને ગાજના આવાજા હારકો આતો, એને જો આવાજ આંય વોનાયેલ તો વીણા વાજના હારકો આતો. 3 ચ્યા યોક લાખ ચુમાલીસ ઓજાર લોક રાજગાદી, ચાર પ્રાણી એને વડીલાહા હામ્મે ઉબલે આતેં, ચ્યે યોક નોવા ગીત આખી રીઅલે આતેં, ઈ નોવા ગીત કેવળ યોક લાખ ચુમાલીસ ઓજાર લોક હિકી હોકતે આતેં, જ્યાહાન પોરમેહેરાય દોરતીવોય રોનારાહા લોકહા વોચમાઅને છોડવી લેદલા હેય. 4 યા ચ્યા લોક હેય જ્યાહાય કોયદિહી વ્યબિચાર નાંય કોઅલા આતા બાકી કુવારા હેય, કેવળ પોરમેહેરા એને ગેટા એટલે ખ્રિસ્ત ઈસુજ આરાધના કોઅલી આતી, ચ્યાલ છોડીન બિજા કાદા આરાધના નાંય કોઅયેલ. ઈ તે પોરમેહેરા એને ગેટા નિમિત્ત પેલ્લા ફળ ઓઅરાહાટી માઅહા માઅને વેચાતાં લેદલા ગીયહા. 5 ચ્યાહાય કોદહીજ જુઠા નાંય બોલ્યેલ, ચ્યાહામાય કાયજ જુઠા નાંય હેય.
તીન હોરગ્યા દૂતહા ઘોષણા
6 પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય. 7 ચ્યાય બોંબલીન આખ્યાં, “પોરમેહેરાલ બિઅયા, એને ચ્યા મહિમા કોઓ, કાહાકા આમી ચ્યાકોય લોકહા ન્યાય કોઅના સમય યેય ગીયહો, ચ્યા ભક્તિ કોઆ, કાહાકા તો તોજ હેય જ્યાંય હોરગા, દોરતી, દોરિયો, એને પાઅયા જોરાં બોનાવ્યાહા.” 8 પાછા ચ્યા પાછલા યોક બિજો, હોરગા દૂત યેનો એને આખ્યાં, “ચ્યા શેહેરા નાશ ઓઅય ગીયા, બાબેલ શેહેરા નાશ ઓઅય ગીયહા, ચ્યાય બોદી જાતી લોકહાન વ્યબિચાર કોઆડાં હાટી ઉસરાવલા હેય, ઈ એહેકેન આતાં જેહેકેન બાબેલે ચ્યાલ દારવા પિયાં દેના, એને યા લીદે પોરમેહેર ચ્યાહાન ડૉડ મિળના કારણ બોની.”
9 ચ્યા પાછે તીજો હોરગા દૂત યેનો એને આખ્યાં, “જો કાદો ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા જંગલી જોનાવરા મુર્તિ પૂજા કોઅરી, એને પોતાના નિંડાળાલ નાયતે પોતે આથાવોય ચ્યા નિશાણી કોએ, 10 તે પોરમેહેર ચ્યાહાન બોજ નશા વાળો રોહો પાજી, વોગર પાઆય મિળાવલા, ચ્યા ગુસ્સો વાટકામાય રેચાવલો ગીઅલો હેય, એને ચ્યા લોક પવિત્ર હોરગા દૂતહા એને ગેટા હામ્મે આગ એને ગંધકમાય રીબાયી. 11 આગડા દુકળાં જીં ચ્યાહાન આબદા દેઅરી તો સાદાહાટી આકાશા એછે નિંગતો રોઅરી, એને જીં ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા જંગલી જોનાવરા મુર્તિ પૂજા કોઅતેહે, એને જ્યેં ચ્યા નાંવા નિશાણી લેતહેં ચ્યાહાન રાત-દિહી ચૈન નાંય મિળી.”
12 યાહાટી પોરમેહેરા લોકહાહાટી ઈ જરુરી હેય, કા ચ્યે બોદે દુઃખેં સહન કોએ, જ્યાહામાઅને ચ્યે જાતહેં, એને પોરમેહેરા આગના પાલન કોએ, એને ઈસુવાવોય બોરહો કોઅના બંદ નાંય કોએ.
13 પાછી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, એને ચ્યે માન આખ્યાં, યો વાતો લોખ, “આમીને, ચ્યા લોક ધન્ય હેય જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅતા મોઅઇ જાતહેં, તોવે પવિત્ર આત્માય યે વાતવોય સહમત ઓઇન આખ્યાં, ઈ હાચ્ચાં હેય, ચ્યે ધન્ય હેય, કાહાકા ચ્યે ચ્યાહા કોઠીણ મેહનાતે પાઅને આરામ પામી, એને જ્યેં કામ ચ્યાહાય કોઅલે હેય, ચ્યાહાટી ચ્યાહાન પ્રતિફળ દેનલા જાય.”
દોરતીવોઅને પાકી ગીઅલા ઓનાજા વાડણી
14 પાછે માયે યોક ઉજળા વાદળાં દેખ્યા, એને ચ્યા વાદળાવોય માઅહા પોહા હારકો યોક માઅહું બોઠલો આતો, જ્યા ટોલપીવોય હોના મુગુટ એને આથામાય ચોખ્ખો દાઅયેવાળો ઓસીયો આતો. 15 તોવે આજુ યોક હોરગા દૂત પોરમેહેરા સંદેશ લેયને હોરગા દેવાળામાઅને બાઆ યેનો, ચ્યાય વાદળાવોય બોઠલો આતો ચ્યા માટડાલ મોઠા આવાજા કોય બોંબલીન આખ્યાં, “દોરત્યેવોઅને પાક પાકી ગીઅલો હેય, એને આમી ચ્યાલ વાડના સમય યેય પોઅચલો હેય, યાહાટી ઓસ્યેકોય વાડણી કોઅના સુરુ કોઓ.” 16 યાહાટી જો વાદળાવોય બોઠલો આતો તો પોતે ઓસ્યેકોય વાડતો લાગ્યો, એને ચ્યાય બોદી દોરતીવોઅને પાક વાડણી કોઅયી.
17 પાછો યોક હોરગા દૂત હોરગા દેવાળામાઅને નિંગ્યો, એને ચ્યાપાયબી દાઅયેવાળો ઓસ્યો આતો. 18 તોવે પાછા આજુ યોક હોરગા દૂત વેદી હીને બાઆ નિંગ્યો જ્યાલ વેદ્યેવોય ધૂપ બાળના જવાબદારી આતી, ચ્યેય બોંબલીન જ્યાપાંય દાઅયેવાળો ઓસ્યો આતો, ચ્યાલ આખ્યાં, “દોરત્યેવોય દારાખાહા ગુસ પાકી ગીઅલા હેય, ચ્યાહાન તું તો દાઅયેવાળો ઓસ્યો ચાલાડીન દોરત્યેવોયને દારાખાહા ગુસ વાડી લે.” 19 તોવે ચ્યે હોરગા દૂતે દાઅયેવાળો ઓસ્યેકોય દોરત્યેવોયને દારાખાહા ગુસ વાડીન પોરમેહેરા પ્રકોપા મોઠા દારાખા કુંડામાય ટાકી દેના. 20 એને દારાખા કુંડામાય જીં આતા તી શેહેરા બારે દારખેં છુંદયે એને દારાખા કુંડામાઅને ઓલા લોય નિંગ્યા કા ગોડહા લગામે લોગુ પોઅચે ઓલા, લગભગ તીન હોવ કિલોમીટર લોગુ વોવી ગીયા.