15
વિપત્યેહેકોય બોઆલા હાત હોના વાટકા
ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.
તોવે માયે કાયતેરુ દેખ્યા જીં દોરિયા હારકા દેખાય, એને કાચાહારકા ચોમકી રીઅલા, એને ચ્યામાય આગ બી મિળલી આતી. માયે ચ્યા લોકહાનબી દેખ્યા, જ્યા જંગલી જોનાવરાકોય આરાય નાંય ગીઅલા આતા, ચ્યાહાય જંગલી જોનાવરા એને ચ્યા મુર્તિપુજા નાંય કોઅલી આતી, એને ચ્યાહાવોય ચ્યા જંગલી જોનાવરા નાંવા આકડા નિશાણી નાંય લાવલી આતી, તાં ચ્યે દોરિયા મેરાવોય ઉબલે આતેં એને ચ્યા બોદહાય યોક વીણા દોઅલી આતી જીં પોરમેહેરાય ચ્યાહાન દેનલી આતી. ચ્યે યોક ગીત આખી રીઅલે આતેં, જીં પોરમેહેરા સેવાક મૂસાય બોજ પેલ્લા આખલા આતા, ચ્યાહાય ઈસુવા મહિમા કોઅરાહાટી આખ્યાં. “ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જીં કાય તુયે કોઅયા તી મહાન એને અદભુત હેય, તું બોદા દેશહા રાજા હેય, તું જીં બી કોઅતોહો તી હાચ્ચાં એને ન્યાયી હેય.” “ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”
જોવે ચ્યા લોકહાય ગીત આખના બંદ કોઅયા, તોવે માયે દેખ્યાકા હોરગામાય દેવાળા ખુલ્લાં હેય, જીં મિલાપવાળા તંબુ હારકો આતો. એને પાછે હાત હોરગા દૂત જ્યાહાન હાત આબદા લેયને જાયના આતા, ચ્યા હોરગા દેવાળામાઅને બાઆ નિંગ્યા, ચ્યા ચોમાકનારેં ઉજળેં ડોગલેં પોવલા આતા, એને ચ્યાહા છાતી ઉપે હોના પોટ્યો બાંદલ્યો આત્યો. પાછે ચાર પ્રાણ્યાહા માઅને યોકાય બોદા હોરગા દૂતહાલ પોરમેહેરાપાઅને ભયાનક ક્રોધાકોય બાઆલો યોક-યોક હોના વાટકો દેનો. એને દેવાળા પોરમેહેરા મહિમા એને ચ્યા સામર્થ્યાકોય યેનારા દુકળાકોય બાઆય ગીયા. તાંવ લોગુ કાદાબી દેવાળામાય નાંય જાય હોક્યા, જાવ લોગુ હાત આબદા પારવાય નાંય જાય જ્યેહેન હોરગા દૂત લી યેનલા આતા.