16
પેલ્લો વાટકો
પાછે માયે દેવાળામાઅને યોક ચીંદળા આવાજાય હાત હોરગા દૂતહાલ એહેકેન આખતા વોનાયો, “જાં દોરતી લોકહાવોય પોરમેહેરાપાઅને ડૉડ રેડી દા, જો ચ્યા હાત વાટકાહામાય હેય.”
યાહાટી પેલ્લા હોરગા દૂતાય વાટકામાઅને ડૉડ દોરતીવોય રેડી દેનો, એને ચ્યા લોકહાવોય ભયાનક એને જખમ ઓઅરા લાગ્યા, જ્યાહાવોય જંગલી જોનાવરા છાપ લાવલી આતી, એને જ્યાહાય ચ્યા જંગલી જોનાવરા મુર્તિપુજા કોઅલી આતી.
બિજો વાટકો
બિજા હોરગા દૂતાય બી ચ્યા વાટકામાઅને ડૉડ દોરિયામાય રેડી દેનો, એને તારાતુજ દોરિયા પાઆય યોક મોઅલા માઅહા લોયા હારકા ઓઅય ગીયા, યાહાટી દોરિયામાય રોનારે બોદે જીવજંતુ મોઅઇ ગીયે.
તીજો વાટકો
તીજે હોરગા દૂતાય બી ચ્યા વાટકામાઅને ડૉડ નોયો એને વોવતા જરાહાવોય રેડી દેના, એને ચ્યા બોદહા પાઆય લોય બોની ગીયા. તોવે માયે ચ્યા હોરગા દૂતાલ જ્યાલ પાઅયાવોય ઓદિકાર હેય, પોરમેહેરાલ એહેકોય આખતા વોનાયો, “ઓ પવિત્ર પોરમેહેર, જો હેય એને કાયામહાટી આતો, તુલ એહેકેન ન્યાય કોઅના ઓદિકાર હેય. કાહાકા ચ્યાહાય તો લોકહાન એને ભવિષ્યવક્તાહાલ માઆય ટાકીન લોય વોવાડ્યા યાહાટી આમી તું ચ્યાહાન લોય પીવાડતોહો, ઈંજ ચ્યાહાહાટી યોગ્ય પ્રતિફળ હેય.” પાછો આંય વેદ્યેવોયને કાદાલતેરુ બોલતા વોનાયો, “ઓ, સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જેહેકેન તું લોકહાન ડૉડ દેતહો તો હાચ્ચો એને યોગ્ય હેય.”
ચૌથો વાટકો
ચૌથા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ દિહાવોય રેડી દેનો, એને દિહાલ આજુ વોદારી ગરમ ઓઅય જાઅના પોરવાનગી દેનલી ગીયી. યા લીદે લોક ભયાનક ગરમીકોય બોળી ગીયા, એને ચ્યાહાય પોરમેહેરા જ્યાપાંય યે આબદાયેહેવોય ઓદિકાર હેય, ચ્ચા નિંદા કોઅઇ બાકી પોસ્તાવો કોઇન પોરમેહેરા મહિમા નાંય કોઅયી.
પાચમો વાટકો
10 પાચમા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ ચ્યા જંગલી જોનાવરા રાજગાદ્યેવોય રેડી દેના, એને ચ્યા લીદે પુરા રાજ્યાવોય આંદારાં ઓઈ ગીયા, એને લોક ચ્યે પીડા લીદે પોતે જીબ ચાવા લાગ્યા. 11 એને ચ્યે પીડા એને ફુડકાહા લીદે હોરગ્યા પોરમેહેરા નિંદા કોઅયી બાકી પોતે-પોતાના કામહાથી પોસ્તાવો નાંય કોઅયો.
છઠો વાટકો
12 છઠ્ઠા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ મોઠી નોય ફારાતવોય રેડી દેનો, એને ફરાત નોયી પાઆઈ ઉખાય ગીયા, એને યા લીદે દિહી ઉદ્યા એછને રાજા ચ્યાહા સૈનિક લેયને નોય પાર કોઅય હોકે. 13 ચ્યા પાછે માયે અજગરા મુંયા માઅને, જોનાવરા મુયામાઅને એને જુઠા ભવિષ્યવક્તાહા મુંયા માઅને ડેડકા હારકા તીન ખારાબ આત્માહાલ નિંગતા દેખ્યા. 14 યા બુતાહાલ જુઠા ચમત્કાર કોઅના તાકાત આતી, એને ચ્યાહાય જાયને ચ્યા લોકહાન બેગે કોઅયે, જ્યા યા દુનિયા બોદા દેશહામાય રાજ્ય કોઅતે આતેં, જેથી ચ્યે સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર મહાન દિહયે ચ્યા વિરુદ લોડાય લોડાહાટી જાય હોકે. 15-16 દુષ્ટ આત્માહાય રાજ્ય કોઅનારાહાન એને ચ્યા સેનાલ ચ્યા જાગાવોય યોખઠા કોઅયા, જ્યાલ હિબ્રુ ભાષામાય હર-મગીદોન આખલા જાહે. યાહાટી પ્રભુ ઈસુય આખ્યાં, “ઈ વાત વોનાયા, મા યેયના બાંડા હારકા અચાનક ઓઅરી, ધન્ય હેય જો જાગતો રોહે, એને પોતે ફાડકે હાચવી રાખહે કા તો નાગો નાંય ફિરે, લોક ચ્યા નાગાપણ નાંય દેખે.”
હાતમો વાટકો
17 એને હાતમા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ હાવામાય રેડી દેનો, એને હોરગા દેવાળામાઅને પોરમેહેરા રાજગાદી પાઅને આવાજ વોનાયો, “પુરાં ઓઅય ગીયા!” 18 પાછે વિજળ્યા, એને આવાજ ઓઅયો, એને ગાજ્યા, એને દોરતીકંપ યેનો, જોવે માઅહે યે દોરતીવોય હેય ચ્યાપાઅને પુરી દોરતીવોય ઓલા જોરદાર દોરતીકંપા અનુભવ કોયદિહી નાંય જાયલો આતો. 19 બાબેલા મોઠા શેહેર તીન ટુકડાહા માય વાટાય ગીયા, એને દુનિયા બોદે શેહેરેં નાશ ઓઅય ગીયે, કાહાકા પોરમેહેરાય બાબેલા મોઠા શેહેરા લોકહાન યાદ કોઅયા એને તો પોતા ગુસ્સા વાટકામાઅને પાઆય ટાક્યા વગર દારવા હારકા દેઅરી. 20 ચ્યે સમયે દોરિયામાઅને બોદા બેટ ગાયપ ઓઅય ગીયા, એને યોકબી ડોગો નાંય રિયો. 21 એને આકાશામાઅને લોકહાવોય મોઠયો-મોઠયો ગાર્યો પોડયો, યોક ગારી વજન પોચહા કિલો ઓલા આતા, યા લીદે લોકહાય પોરમેહેરા નિંદા કોઅયી, કાહાકા પોરમેહેરાય ચ્યો આબદા ચ્યાહાવોય દોવાડલ્યો આત્યો. જ્યો લોકહાન સહન કોઅરા પોડયો.